ThinkGO
મદદ મેળવો
ભાષા: ગુજરાતી

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિ આયોજન: તમારા માટે મહત્ત્વની નાની બાબતોનું આયોજન કરો

અપડેટ: 5 નવેમ્બર, 2026

પ્રવૃત્તિ આયોજન એટલે તમારા માટે મહત્ત્વની એવી એક નાની, થઈ શકે એવી બાબતનું આયોજન કરવું, તેના માટે સમય નક્કી કરવો, અને તે કેવું લાગશે તેનો અંદાજ લગાવવો. પછી તમે નોંધો છો કે તે ખરેખર કેવું ગયું. જ્યારે શરૂ કરવું અઘરું લાગે, ત્યારે મન થાય તેની રાહ જોવા કરતાં પહેલાં કંઈક કરવું અને લાગણીને પાછળથી આવવા દેવી ઘણી વાર સહેલું હોય છે.

એક નજરમાં

સમય2 મિનિટ
કોના માટે ઉપયોગીમન ઉદાસ કે ખાલી લાગવું, પ્રેરણાનો અભાવ અને તણાવ અને બોજ
સ્તરમુખ્ય. પાયા પર આધારિત; એક-બે શરૂઆતના અભ્યાસ પછી સરળ.
તમે રેટિંગ આપોતે કેટલું અઘરું લાગશે, અને અપેક્ષિત તથા ખરેખરનો મૂડ, ઉપલબ્ધિ અને મજા

તે કેવી રીતે કરવું, પગલે પગલે

  1. જીવનનો કોઈ ભાગ પસંદ કરોઆરોગ્ય, સંબંધો, કામ કે ભણતર, ઘર, મોજમજા, વિકાસ કે સમાજ.
  2. એક નાની બાબત પસંદ કરોએટલી નાની કે અઘરા દિવસે પણ થઈ શકે: દસ મિનિટ ચાલવું, એક મેસેજ, એક ખાનું ગોઠવવું.
  3. સમય પસંદ કરોએક દિવસ અને એક કલાક. જે પ્લાનમાં સમય નક્કી હોય તેને પાળવો સહેલો બને છે.
  4. તે કેવું જશે તેનો અંદાજ લગાવોતે કેટલું અઘરું લાગશે, અને તમને કેટલો મૂડ, ઉપલબ્ધિ અને મજાની અપેક્ષા છે.
  5. તે કરો, પછી કેવું ગયું તે નોંધોતમે જે ધાર્યું હતું તેને ખરેખર જે થયું તેની સાથે સરખાવો.

પ્રવૃત્તિ આયોજનનું ઉદાહરણ: થોડું ચાલવું

ઉદાહરણપ્રવૃત્તિ આયોજન
જીવનનો ભાગ
આરોગ્ય
પ્લાન
શનિવારે બપોરે જમ્યા પછી સોસાયટીના બગીચામાં 15 મિનિટ ચાલવું
અપેક્ષા
10 માંથી અઘરું 7, મૂડ 3, મજા 2
કેવું ગયું
અઘરું 4, મૂડ 5, મજા 5. પાડોશીનો ઓળખીતો કૂતરો મળી ગયો.
મેં શું નોંધ્યું
ઘરની બહાર પગ મૂકતાં જ તે સહેલું બની ગયું, મેં ધાર્યું હતું તેના કરતાં વહેલું.

ફક્ત ઉદાહરણ. આંકડા સમજાવવા માટે છે, સામાન્ય પરિણામ નથી.

ટિપ્સ અને સામાન્ય અડચણો

  • તમે વિચારો તેના કરતાં નાની શરૂઆત કરો

    જો બે વાર ચૂકી જાઓ, તો તેને મોટું નહીં, નાનું બનાવો.

  • તમારા માટે મહત્ત્વની બાબતો પસંદ કરો

    તમને જે “કરવું જોઈએ” એવું લાગે તે નહીં.

  • તફાવત પર ધ્યાન આપો

    તમે જે ધાર્યું હતું અને જે થયું તેની વચ્ચેનો તફાવત ઘણી વાર સૌથી ઉપયોગી ભાગ હોય છે.

ThinkGO માં

પ્રવૃત્તિ આયોજન, એક વખતે એક પ્રશ્ન

  • દરેક સ્ક્રીન પર એક પ્રશ્ન
  • દરેક ફેરફાર પર ડ્રાફ્ટ સેવ થાય છે
  • તમારાં પહેલાં અને પછીનાં રેટિંગ, બાજુ બાજુમાં
  • રિમાઇન્ડર, જો તમે ઇચ્છો તો

ટૂંક સમયમાં App Store પર: જાન્યુઆરી 2027

સ્રોત